
અફવા પહેલા જ્યારે ધવન આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 દરમિયાન સ્ટૈડમાં શાઈન સાથે જોવા મળ્યો હતો. ત્યારે કેટલાક લોકોએ મિસ્ટ્રી વુમન વિશે વિચારી રહ્યા હતા. કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે. ત્યારબાદ અનેક વખત બંન્ને સાથે જોવા મળ્યા હતા. ફોટો પણ પોસ્ટ કરતા હતા.

રિપોર્ટ મુજબ શિખર ધવન અને સોફીની મુલાકાત થોડા સમય પહેલા દુબઈમાં થઈ હતી. બંન્ને પહેલા મિત્રો બન્યા ત્યારબાદ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હતી. આઈપીએલ 2024 દરમિયાન પણ સોફી સાથે જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે, શિખર ધવનના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાની રહેવાસી આયશા સાથે થયા હતા. જેને એક દીકરો જોરાવર ધવન છે. ધવનથી 10 વર્ષ મોટી આયશા કિક બોક્સર છે. વર્ષ 2012માં શિખર ધવને આયશા સાથે લગ્ન કર્યા હતા. 2021માં આયશાએ ધવન સાથે અલગ થવાની જાહેરાત કરી હતી. 2023માં બંન્નેના છૂટાછેડા થયા હતા.