સંજીવ ગોયેન્કાની ટીમ પહેલીવાર બની ચેમ્પિયન, સુપર જાયન્ટ્સે ટ્રોફી જીતી રચ્યો ઈતિહાસ

માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સે ધ હન્ડ્રેડ 2026માં ઈતિહાસ રચી દીધો છે. ફાઇનલમાં ટ્રેન્ટ રોકેટ્સને 5 વિકેટે હરાવી ટીમે પહેલીવાર ટાઇટલ પોતાના નામે કર્યું. ટિમ સીફર્ટે શાનદાર 72 રનની ઇનિંગ રમી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. આ સાથે સંજીવ ગોયેન્કાની માલિકીની ટીમે લાંબી રાહનો અંત લાવ્યો.

| Updated on: Aug 17, 2026 | 7:20 PM
1 / 5
ધ હન્ડ્રેડ 2026ની ફાઇનલ 16 ઓગસ્ટે રમાઈ હતી. ટ્રેન્ટ રોકેટ્સે પ્રથમ બેટિંગ કરતાં 100 બોલમાં 158 રન બનાવ્યા હતા. માન્ચેસ્ટર સામે જીતવા માટે 159 રનનો પડકાર હતો.

2 / 5
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી માન્ચેસ્ટર ટીમને ટિમ સીફર્ટે શાનદાર શરૂઆત અપાવી. તેણે માત્ર 38 બોલમાં 72 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને સાત છગ્ગા સામેલ હતા. જોસ બટલર અને લ્યુસ ડી પ્લોયે પણ ઉપયોગી યોગદાન આપ્યું.

3 / 5
માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ અગાઉ માન્ચેસ્ટર ઓરિજિનલ્સ તરીકે ઓળખાતી હતી. ટીમ 2022 અને 2023માં ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ બંને વખત ટાઇટલથી વંચિત રહી હતી. આ વખતે ટીમે ફાઇનલમાં કોઈ ભૂલ ન કરતાં ટ્રોફી પોતાના નામે કરી.

4 / 5
આ સીઝન સંજીવ ગોયેન્કા માટે પણ ખાસ રહી. RPSG ગ્રુપની માલિકીની ટીમમાં તેમનો 70 ટકા હિસ્સો છે. ગોયેન્કાની માલિકીમાં આ ટીમની પહેલી જ સીઝનમાં માન્ચેસ્ટરે ટ્રોફી જીતીને શાનદાર શરૂઆત કરી છે.

5 / 5
સંજીવ ગોયેન્કા વિશ્વભરની અનેક ક્રિકેટ લીગમાં ટીમોના માલિક છે. તેમની માલિકીની લખનૌ સુપર જાયન્ટ્સ, ડર્બન સુપર જાયન્ટ્સ અને અન્ય ટીમો પણ વિવિધ લીગમાં રમી રહી છે. હવે માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સની આ ઐતિહાસિક ટ્રોફી તેમની ટીમોની સફળતામાં વધુ એક મોટો ઉમેરો બની છે. (PC:X/INSTAGRAM)

Published On - 7:19 pm, Mon, 17 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.