સાઉથ આફ્રીકા ટૂર માટે ત્રણેય ફોર્મેટમાં આ ખેલાડીઓને મળ્યું સ્થાન, જાણો તેમના રેકોર્ડસ

|

Nov 30, 2023 | 10:40 PM

ભારત-ઓસ્ટ્રેલિયાની ટી20 સીરિઝ સમાપ્ત થાય તે પહેલા ભારતનો સાઉથ આફ્રીકા ટૂર ભારે ચર્ચામાં છે. 10 ડિસેમ્બરથી ભારતનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થશે. આ પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમે 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમશે. ત્રણેય ફોર્મેટ માટે આજે ટીમની જાહેરાત કરવામાં આવી છે.

1 / 5
10 ડિસેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થઈ રહ્યો છે. જેમાં ભારત અને સાઉથ આફ્રીકાની ટીમ વચ્ચે 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમાશે.

2 / 5
વિરાટ કોહલી અને રોહિત શર્માએ વાઈટ બોલ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. તે આ પ્રવાસ દરમિયાન ટેસ્ટ મેચમાં રમતા જોવા મળશે. જ્યારે મુકેશ, શ્રેયસ અય્યર અને રુતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓ ત્રણેય ફોર્મેટની ટીમમાં સિલેક્ટ થયા છે.

3 / 5
મુકેશ કુમારે ભારતીય ટીમ માટે 1 ટેસ્ટની 2 ઈનિંગમાં 2 વિકેટ, 3 વનડેમાં 4 વિકેટ અને 7 ટી20માં 4 વિકેટ ઝડપી છે. ફસ્ટ કલાસ ક્રિકેટમાં તેણે 200થી વધારે વિકેટ ઝડપી છે.

4 / 5
રુતુરાજ ગાયકવાડ સાઉથ આફ્રીકા ટૂર દરમિયાન ભારત માટે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે. તેણે ભારતીય ટીમ માટે 4 વનડેમાં 106 રન અને 17 ટી20 મેચમાં 458 રન બનાવ્યા છે.

5 / 5
શ્રેયસ અય્યર ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં રમતો જોવા મળી શકે છે. શ્રેયસ અય્યરે ભારતીય ટીમ માટે 10 ટેસ્ટ મેચમાં 666 રન, 58 વનડેમાં 2331 રન અને 49 ટી20 મેચમાં 1043 રન બનાવ્યા છે.

Next Photo Gallery