રોહિત શર્માએ આજના દિવસે રચ્યો હતો ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ, હિટમેનની યાદગાર ઈનીંગ
13 નવેમ્બર, 2014ના રોજ, રોહિત શર્માએ શ્રીલંકા સામે ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી ઈનિંગ રમી હતી, જે એક એવો રેકોર્ડ છે જે આજે પણ અતૂટ છે અને તેને તોડવાની શક્યતાઓ અત્યંત ઓછી છે.
1 / 6
વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં 13મી નવેમ્બરનો દિવસ ખૂબ જ ખાસ છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયા માટે આ દિવસ ખાસ છે. બરાબર 8 વર્ષ પહેલાં આ તારીખે ક્રિકેટની રેકોર્ડ-બુકમાં આવો રેકોર્ડ કાયમ માટે નોંધાયો હતો, જેને તોડવો લગભગ અશક્ય છે. આ રેકોર્ડ રોહિત શર્માના નામે છે અને રેકોર્ડ છે-264 રન.
2 / 6
13 નવેમ્બર 2014ના રોજ, ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી ઈનિંગ રમીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. વીરેન્દ્ર સેહવાગની સૌથી મોટી ઇનિંગ 219 રનને પણ તોડી દીધી હતી અને શ્રીલંકા સામે પોતાના 264 રન નોંધાવી રેકોર્ડને તોડ્યો હતો.
3 / 6
ભારત અને શ્રીલંકા વચ્ચેની પાંચ મેચોની શ્રેણીની આ ચોથી મેચ હતી અને રોહિત શર્માએ એક વર્ષની અંદર ODI કારકિર્દીની બીજી બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. પોતાની ઇનિંગમાં રોહિતે માત્ર 42 બોલમાં 33 ફોર અને 9 સિક્સરની મદદથી 186 રન બનાવ્યા હતા.
4 / 6
આ દરમિયાન વિરાટ કોહલી (66) સાથે રોહિતે પણ ત્રીજી વિકેટ માટે 202 રનની ભાગીદારી કરી હતી. રોહિત ઇનિંગના છેલ્લા બોલ પર આઉટ થયો અને ભારતે 404 રન બનાવ્યા.
5 / 6
જવાબમાં શ્રીલંકાની આખી ટીમ રોહિત શર્માના સ્કોરની બરાબરી પણ કરી શકી નહોતી. માત્ર 43.1 ઓવરમાં શ્રીલંકાની ટીમ માત્ર 251 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને તે રોહિતના સ્કોરથી 13 રન પાછળ હતી.
6 / 6
આ મેચમાં મીડિયમ પેસર ધવલ કુલકર્ણી ભારત માટે સૌથી સફળ બોલર સાબિત થયો હતો. મુંબઈના આ બોલરે 10 ઓવરમાં માત્ર 34 રન આપ્યા અને 4 વિકેટ લીધી.