T20 World Cup પહેલા જ ઋષભ પંતને નિરાશા, કોચ રાહુલ દ્રવિડે કહ્યુ-પહેલી પસંદ નહીં
એશિયા કપ (Asia Cup 2022) માં ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ મેચમાં ઋષભ પંત ને પાકિસ્તાન (India Vs PAkistan) સામેની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મળવાને લઈને ઘણી ચર્ચા થઈ હતી.
1 / 5
એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ મેચમાં ઋષભ પંત ને પાકિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મળવાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. દેખીતી રીતે ઋષભ પંત ને ટીમ ઈન્ડિયાનો નંબર વન વિકેટકીપર માનવામાં આવે છે, અને આવી સ્થિતિમાં તેને ડ્રોપ કરવા પર સવાલો ઉભા થયા હતા. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે તેને ટી20 ફોર્મેટમાં ડિમોટિવેટ કરવામાં આવ્યો છે.
2 / 5
ભારતીય ટીમ 4 સપ્ટેમ્બર, રવિવારે ફરી એકવાર પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. આ મેચ પહેલા કોચ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે પંત હાલમાં ટી20માં પ્રથમ પસંદગીનો વિકેટકીપર નથી. પંત ઉપરાંત ભારતીય ટીમમાં દિનેશ કાર્તિકના રૂપમાં એક સિનિયર વિકેટકીપર પણ છે, જે બંને મેચમાં ટીમનો ભાગ હતો.
3 / 5
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન દ્રવિડે પણ કહ્યું, “દરેક પરિસ્થિતિ માટે પ્રથમ પસંદગીની પ્લેઈંગ ઈલેવન હોઈ શકે નહીં. તે બદલાશે. તે દિવસે પાકિસ્તાન સામે અમને લાગ્યું કે દિનેશ (કાર્તિક) અમારા માટે યોગ્ય પસંદગી છે."
4 / 5
મુખ્ય કોચ દ્રવિડે આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ તરફ ઈશારો કરતા કહ્યું, “ટીમમાં કોઈ પ્રથમ પસંદગીનો વિકેટકીપર નથી. અમે પરિસ્થિતિઓ, મેદાનની સ્થિતિ અને વિરોધી ટીમ અનુસાર રમીએ છીએ અને તે મુજબ શ્રેષ્ઠ ઇલેવન પસંદ કરીએ છીએ."
5 / 5
ઋષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં અને હવે ODI ક્રિકેટમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે અને તે અહીં નંબર વન કીપર છે, પરંતુ T20 માં દિનેશ કાર્તિકની વાપસીએ તેનું સ્થાન મુશ્કેલીમાં મૂક્યું છે. ખાસ કરીને તેના આંકડા પણ આ ફોર્મેટમાં બહુ સારા નથી. 2022માં પંતે 13 T20 ઈન્ટરનેશનલ ઈનિંગ્સમાં માત્ર 260 રન બનાવ્યા છે, જેમાં તેની અડધી સદી છે, પરંતુ સ્ટ્રાઈક રેટ માત્ર 135 છે.
Published On - 8:55 am, Sun, 4 September 22