
આશ્ચર્યની વાત એ છે કે રોહિતે વનડેમાં એક પણ સિક્સ મારી નથી. રોહિત શર્મા હાલમાં જ વન ડે ટીમનો કેપ્ટન જાહેર થયો છે અને જેની શરુઆત તે દક્ષિણ આફ્રિકાથી કરનાર છે. જોકે ઇજાને લઇને તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે રહેલી ટેસ્ટ ટીમ થી બહાર થયો છે.

પંત અને રોહિત પણ આ વર્ષે ભારત માટે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં સામેલ છે. રોહિતે ત્રણેય ફોર્મેટમાં 35 ઇનિંગ્સમાં કુલ 1420 રન બનાવ્યા છે, જેમાં તેની સરેરાશ 43 છે અને તેણે 2 સદી- 9 અડધી સદી ફટકારી છે. તે જ સમયે, પંતે 31 ઇનિંગ્સમાં 41.30ની એવરેજથી 1074 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 7 અડધી સદી સામેલ છે.