
રિષભ પંતના કારના અક્સ્માતની જાણકારી ઉત્તરાખંડ પોલીસને હરિયાણા રોડવેજના એક ડ્રાઈવર અને કંડક્ટરને ફોન કરી આપી હતી. સુચના મળતા જ નારસલ ચેક પોસ્ટ પર તૈનાત ઉત્તરાખંડ પોલીસના જવાનો પંતની પાસે પહોંચ્યા અને તેને પ્રાર્થમિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. (PC-TWITTER)

રિષભ પંતના પગમાં ફ્રેક્ચર થયું છે. તેના માથામાં ઈજા છે. ઉપરાંત, પીઠ અને હાથ પર ઈજા છે. જોકે, સારી વાત એ છે કે તેની સાથે મોટો અકસ્માત થયો હોવા છતાં તેનો જીવ બચી ગયો હતો. તમને જણાવી દઈએ કે અકસ્માત બાદ તેમની કારમાં આગ લાગી હતી પરંતુ પંત સમયસર બહાર નીકળી ગયો હતો.