1 / 5
ઈંગ્લેન્ડની ટીમ ત્રીજી ટેસ્ટ મેચ માટે અબુધાબીથી ભારત પરત ફરી છે. ટીમ ઈન્ડિયાના હાથે બીજી ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લિશ ટીમ પ્રેક્ટિસ માટે અબુધાબી ગઈ હતી. ત્રીજી ટેસ્ટ શરૂ થવાનો સમય હોવાથી સ્ટોક્સ એન્ડ કંપનીએ ભારતમાં પ્રેક્ટિસ કરવાને બદલે અબુ ધાબી જઈને પરસેવો પાડવો વધુ સારું માન્યું. જો કે, હવે ટીમ રાજકોટ પરત ફરી છે, જ્યાં 15 ફેબ્રુઆરીથી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રમાશે. જો કે, ભારત પરત ફર્યા બાદ ફરીથી ઈંગ્લેન્ડના એક ખેલાડી સાથે સમસ્યા ઉભી થઈ છે. તેને એરપોર્ટ પર જ અટકાવવામાં આવ્યો હતો.