
તમને જણાવી દઈએ કે RCBની હારનું કારણ દિનેશ કાર્તિક કરતા તેના બોલર્સ વધુ છે. 4 ઓવરમાં લખનૌની ટીમે 23 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરને આરસીબી પર વળતો પ્રહાર કર્યો અને આ ટીમનો એક પણ બોલર તેમને પરેશાન કરી શક્યો નહીં. સ્ટોઇનિસે 30 બોલમાં 65 રન અને નિકોલસ પૂરને 19 બોલમાં 62 રન ફટકાર્યા હતા. બંને બેટ્સમેનોએ મળીને 12 સિક્સર અને 9 ફોર ફટકારી હતી.

આરસીબીના બોલરોની વાત કરીએ તો હર્ષલ પટેલ અને કર્ણ શર્માએ રન આપવામાં કોઈ કસર છોડી ન હતી. હર્ષલ પટેલે 4 ઓવરમાં 48 રન આપ્યા, તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 12 રન હતો. જ્યારે કર્ણ શર્માએ 3 ઓવરમાં 48 રન આપ્યા હતા. તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 16 રન હતો. તે સ્પષ્ટ છે કે દોષ દિનેશ કાર્તિક કરતાં વધુ આરસીબી બોલરોની છે,