
રાજસ્થાન રોયલ્સ સામે રવિન્દ્ર જાડેજા પોતાની 300મી ટી20 મેચ રમવા મેદાન પર ઉતર્યો હતો. વર્ષ 2007માં ટી20 ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર જાડેજાએ 3226 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે 204 વિકેટ પણ લીધી છે. બેટીંગમાં સર્વાધિક 62 રન તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. બોલિંગમાં 16 રન આપીને 5 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી જાડેજાએ 164 મેચ રમી છે. 150 થી વધારે મેચ રમનાર તે માત્ર ત્રીજો ખેલાડી છે. કેપ્ટન ધોનીએ સૌથી વધુ 235 મેચ રમી છે. સુરેશ રૈનાએ 200 મેચ રમી છે. જાડેજાએ ભારત તરફથી 64 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.