
રવિ શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે, તેમણે કોઈ પણ ખેલાડીને પસંદ કરવા માટે કોઈ એજન્ટ સેટ કર્યો નથી. રવિ શાસ્ત્રીએ કહ્યું કે તે ખેલાડીનું ફોર્મ જોતો હતો અને કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટને પોતાનો અભિપ્રાય જણાવતો હતો.

રવિ શાસ્ત્રીએ પણ આરોપોનો જવાબ આપ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે મુખ્ય કોચ તરીકે તેઓ કેપ્ટન કોહલીને માત્ર હા કહેતા હતા. તેના પર શાસ્ત્રીએ કહ્યું, 'લોકોને કહેવાનો અને અનુમાન કરવાનો અધિકાર છે, હું તેમને વધારે મહત્વ નથી આપતો. વિરાટ અને મારી વિચારધારા સમાન હતી અને અમે બંને અમારું કામ પ્રોફેશનલ રીતે કરતા હતા.
Published On - 8:19 pm, Thu, 6 January 22