
રઉફ શેખે જણાવ્યું હતું કે, સૌથી ઓછા વજનની ગોલ્ડમાંથી બનેલી વર્લ્ડ કપની ટ્રોફી બનાવીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવશે.

2019માં જ્યારે મેં 1 ગ્રામ વજનની ટ્રોફી બનાવી, ત્યારે હું રેકોર્ડ ચૂકી ગયો હતો. તેને ધ્યાનમાં રાખીને અમે ટ્રોફી માત્ર 0.900 મિલિગ્રામ વજનની બનાવી છે. બે મહિનાની મહેનતથી આ સૌથી ઓછા વજનની ટ્રોફી તૈયાર કરવામાં આવી છે.