રાહુલ દ્રવિડના પુત્ર અન્વયે ફટકારી સદી, 459 રન બનાવીને બન્યો નંબર-1

|

Jan 13, 2025 | 8:38 PM

વિજય મર્ચન્ટ ટ્રોફીમાં ફરી એકવાર રાહુલ દ્રવિડના નાના પુત્ર અન્વયનું બેટ જોરદાર ચાલ્યું છે. આ ખેલાડીએ પંજાબ સામે 110 રનની અણનમ ઈનિંગ રમી હતી. સાથે જ તે પોતની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ રહ્યો હતો.

1 / 5
રાહુલ દ્રવિડના બંને પુત્રો હાલમાં પ્રોફેશનલ ક્રિકેટમાં પોતાનું નામ કમાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આ પ્રયાસમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનના નાના પુત્ર અન્વયે ફરી એકવાર પોતાની તાકાત બતાવી છે.

2 / 5
અન્વયે વિજય મર્ચન્ટ ટ્રોફીમાં ફરી એકવાર સદી ફટકારી છે. અન્વયે પંજાબ સામે શાનદાર સદી ફટકારી હતી. તેણે અમદાવાદના ADSA રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તેના બેટ વડે 110 રનની અણનમ ઈનિંગ રમી હતી. અન્વયે આ ઈનિંગમાં 234 બોલ રમ્યા અને તેના બેટમાંથી 12 ચોગ્ગા આવ્યા હતા.

3 / 5
અન્વયે સદી ફટકારી હતી પરંતુ તેની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકી નહોતી. વાસ્તવમાં, આ એક ક્વાર્ટર ફાઈનલ મેચ હતી અને પંજાબે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 742 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કર્ણાટકની ટીમ માત્ર 280 રન જ બનાવી શકી હતી.

4 / 5
વિજય મર્ચન્ટ ટ્રોફીમાં કર્ણાટક માટે અન્વય દ્રવિડે સૌથી વધુ રન બનાવ્યા હતા. તે 459 રન બનાવીને ટોચ પર રહ્યો હતો. અન્વયે 8 ઈનિંગ્સમાં 91.80ની એવરેજથી આ રન બનાવ્યા. તેણે 2 સદી અને 3 અડધી સદી ફટકારી હતી.

5 / 5
અન્વયે પોતાની ઈનિંગમાં 46 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જો અન્વય આવું જ પ્રદર્શન કરતો રહેશે, તો ટૂંક સમયમાં જ તે જુનિયર ક્રિકેટથી યુવા ક્રિકેટમાં પોતાની તાકાત બતાવશે. (All Photo Credit : PTI / X / INSTAGRAM)

Next Photo Gallery