
રાહુલ દ્રવિડ ટેસ્ટ ક્રિકેટમાં 30000 થી વધુ બોલ રમનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. તેણે પોતાના ટેસ્ટ કરિયરમાં 31258 બોલનો સામનો કર્યો, જે એક રેકોર્ડ છે.

ટેસ્ટ ક્રિકેટની પ્રથમ 286 ઇનિંગ્સમાં એક વખત પણ ગોલ્ડન ડક ન મળવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે.

દ્રવિડ દિવાલ માત્ર ક્રિકેટના 22 યાર્ડના વિસ્તારમાં જ ન હતો. પરંતુ તે ફિલ્ડીંગમાં પણ હતો. આ દિવાલ થી બોલ ભાગ્યે જ પસાર થઈ શકતો હતો. તેથી જ તેણે 210 કેચ સાથે ટેસ્ટમાં સૌથી વધુ કેચ ધરાવનાર નોન-વિકેટકીપર ખેલાડી હોવાનો રેકોર્ડ બનાવ્યો છે.

ODI ક્રિકેટના ઈતિહાસમાં રાહુલ દ્રવિડ પ્રથમ ખેલાડી છે જે બે વખત 300 પ્લસની ભાગીદારીનો ભાગ બન્યો હોય.
Published On - 8:39 am, Tue, 11 January 22