
બીસીસીઆઈ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝને મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. મોટેરા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે, મેચ પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.

અહીં બંને દેશોના વડાપ્રધાનોએ પોતપોતાના દેશના કેપ્ટનને મેચ પહેલા સ્પેશિયલ કેપ આપીને સન્માનિત કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌના દિલ જીતી લીધા હતા.