Dinesh Karthik Baby Photos : વર્ષ 2021માં જોડયા બાળકોના પિતા બન્યા હતા દિનેશ કાર્તિક, વિશેષ નામોએ ખેંચ્યુ હતુ ધ્યાન
વર્ષ 2021માં જ્યારે દિનેશ કાર્તિકના ઘરે બાળકોનો જન્મ થયો હતો, ત્યારે સોશિયલ મીડિયા પર તેણે લખ્યું હતુ કે, 'અમે 3 થી 5 પર ગયા છીએ. અમને 2 પુત્રોનો આશીર્વાદ મળ્યો છે. તેમના નામ છે કબીર પલ્લીકલ કાર્તિક અને ગિયાન પલ્લીકલ કાર્તિક. અમારા માટે આ સૌથી મોટી ખુશીની ક્ષણ છે.' જોકે તેમના બાળકોના ચહેરાઓ આજ સુધી ફેન્સ જોઈ શક્યા નથી.
દીપિકા પલ્લીકલ દિનેશ કાર્તિકની બીજી પત્ની છે. તેણે તેની પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા છે. દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલના લગ્ન 2015માં થયા હતા.
5 / 5
કાર્તિક તાજેતરમાં ઈંગ્લેન્ડમાં આયોજિત ધ હન્ડ્રેડમાં પણ કોમેન્ટ્રી કરતો જોવા મળ્યો હતો અને લોકોએ તેની પ્રશંસા પણ કરી હતી. તેણે પોતાની કપ્તાનીમાં તમિલનાડુને ઘણા ખિતાબ અપાવ્યા છે.