
ક્રિકેટ એક્સેસરીઝની દુનિયામાં એક લોકપ્રિય નામ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલી Puma Shoesનો ઉપયોગ કરે છે, જેની કિંમત 20,000 રૂપિયાથી લઈને 25,000 રૂપિયા સુધીની છે. કોહલી આ બ્રાન્ડનો એમ્બેસેડર પણ છે અને આ કંપનીના ટી-શર્ટનો પણ ઉપયોગ કરે છે.

આક્રમક બેટિંગ સ્ટાઈલ કારણે, શ્રેયશ અય્યરને ઘણીવાર 'યંગ વીરુ' એટલે કે વીરેન્દ્ર સેહવાગ કહેવામાં આવે છે. શ્રેયસ અય્યરને શૂઝ અને સ્નીકરનો ખૂબ શોખ છે અને તેની પાસે લગભગ 50 જોડી છે. શ્રેયશ ઘણીવાર Air Jordan Shoesનો ઉપયોગ કરે છે, જ્યારે તે કેટલીકવાર નાઇકી શૂઝનો ઉપયોગ પણ કરે છે. શ્રેયશ આ ICC વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમનો પણ ભાગ છે.

આ ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાનો જાદુ દેખાડવા માટે તૈયાર કેએલ રાહુલને શૂઝનો પણ ખૂબ શોખ છે. હાલમાં તેની પાસે 50-60 જોડી શૂઝ છે. તે Puma Shoesની સાથે નાઇકીના શૂઝનો ઉપયોગ કરે છે.

રવીન્દ્ર જાડેજાને સર જાડેજા અને જડ્ડુના ઉપનામોથી પણ ઓળખવામાં આવે છે. રવિન્દ્ર જાડેજા પણ આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ છે અને તે ASICS શૂઝનો ઉપયોગ કરે છે.