
એશિયા કપ 2023 એક હાઇબ્રિડ મોડલ પર શરૂ થયો છે જેમાં બંને દેશો પાકિસ્તાન અને શ્રીલંકામાં સ્પર્ધાની સહ-આયોજન કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં પાકિસ્તાને લાહોર અને મુલતાનમાં બે મેચની યજમાની કરી છે જ્યારે શ્રીલંકા અને ભારતે પલ્લેકલેમાં પોતાની મેચ રમી છે.

ગ્રૂપ બીની અંતિમ મેચ અને પાકિસ્તાનમાં સુપર 4ની પ્રથમ મેચ પહેલા, BCCI પ્રમુખ રોજર બિન્ની અને રાજીવ શુક્લાએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.

જે દરમિયાન PCB એ ગવર્નર હાઉસ ખાતે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ખેલાડીઓ સહિત BCCI પ્રતિનિધિમંડળની ટીમનું આયોજન કર્યું હતુ.

લાહોરમાં ગવર્નર હાઉસમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યુ, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

PCBનું આંમત્રણ સ્વીકાર કરીને BCCIના અધિકારીઓ રોજર બિન્ની અને રાજીવ શુક્લા પાકિસ્તાન પહોંચ્યા હતા.

આ ડિનર પાર્ટી પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ BCCIના અધિકારીઓનું વાઘા બોર્ડર પર સ્વાગત કર્યુ હતુ.