T20 World Cup 2024 : હજુ પાકિસ્તાનના વર્લ્ડકપ 2024ની ટીમના ઠેકાણા નથી અને ઈનામની જાહેરાત કરી દીધી

|

May 06, 2024 | 2:09 PM

વર્લ્ડ કપ પહેલા PCB દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે, જો પાકિસ્તાન ટાઈટલ જીતશે તો બોર્ડ દરેક ખેલાડીને મોટું ઈનામ આપશે. દરેક ખેલાડીને પાકિસ્તાની ચલણમાં અંદાજે 2 કરોડ 75 લાખ રૂપિયા આપવામાં આવશે.

1 / 5
ટી 20 વર્લ્ડ કપ 2024ની શરુઆત 1 જૂનથી શરુ થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટ માટે તમામ ટીમોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અત્યારસુધી ટીમની જાહેરાત કરી નથી.

2 / 5
 આ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક એવો નિર્ણય લીધો છે જેના વિશે જાણી તેની ટીમના ખેલાડીઓ ખુશીથી ઝુમી ઉઠશે. તમને જણાવી દઈએ કે, ટીમે વર્ષ 2009 બાદ ટી20 વર્લ્ડકપનો કોઈ ખિતાબ જીત્યો નથી, જેને લઈ પીસીબીએ ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે એક ડગલું ભર્યું છે.

3 / 5
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક જાહેરાત કરી છે કે, જો ટીમ ટી 20 વર્લ્ડકપનો ખિતાબ જીતશે તો જીતનાર દરેક પાકિસ્તાની ખેલાડીને એક લાખ ડોલર આપવાની જાહેરાત કરી છે.નકવીએ જાહેરાત કરી છે કે જો ટીમ T20 વર્લ્ડ કપ જીતશે તો દરેક ખેલાડીને પાકિસ્તાની ચલણમાં અંદાજે 2 કરોડ 75 લાખ રૂપિયા આપવામાં આવશે.

4 / 5
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ વિરુદ્ધ સીરિઝ માટે ઈંગ્લેન્ડ રવાના થશે. પીસીબી ચીફ મોહસિન નકવીએ કહ્યું કે, ટ્રોફી ઉઠાવવાની તુલનામાં ઈનામની જાહેરાતનું કોઈ મહત્વ નથી. પાકિસ્તાન જરુર ટ્રોફી જીતશે.

5 / 5
આ વખતે T-20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. T-20 વર્લ્ડ કપ 1 જૂનથી 20 જૂન સુધી રમાશે. તમામ 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2024 પૂર્ણ થતાંના થોડા જ દિવસોમાં ટી 20 વર્લ્ડકપ શરુ થશે.

Next Photo Gallery