World Cup 2023 : પાકિસ્તાની એન્કર ઝૈનબ અબ્બાસ ભારતના ધુંટણિયે પડી, કહ્યું તેણે અચાનક ભારત કેમ છોડ્યું? માફી પણ માંગી
પાકિસ્તાની સ્પોર્ટસ એન્કર ઝૈનબ અબ્બાસ વર્લ્ડકપ 2023ને કવર કરવા માટે ભારત આવી હતી પરંતુ એક મેચ બાદ અચાનક ભારત છોડી પાકિસ્તાન જવું પડ્યું હતુ. ત્યારબાદ એવા સમાચાર આવ્યા હતા કે, તેણ ભારત માટે અપશબ્દો કહ્યા છે.હવે ઝૈનબે આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે.
1 / 5
અહેવાલો અનુસાર, ઝૈનબની 9 વર્ષ જૂની બે ટ્વિટને લઈને વિવાદ થયો હતો. એક ટ્વિટમાં, 'તેંડુલકર' નામના એકાઉન્ટ પર જવાબ આપતા તેણે લખ્યું હતું કે, '120 કરોડની વસ્તીમાં એક ફાસ્ટ બોલર પેદા કરી શકતા નથી.
2 / 5
પાકિસ્તાની સ્પોર્ટસ એન્કર ઝૈનબ અબ્બાસ વર્લ્ડકપ 2023ને કવર કરવા માટે ભારત આવી હતી પરંતુ એક મેચ બાદ અચાનક ભારત છોડી પાકિસ્તાન જવું પડ્યું હતુ. ત્યારબાદ એવા સમાચાર આવ્યા હતા કે, તેણ ભારત માટે અપશબ્દો કહ્યા છે.હવે ઝૈનબે આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે.
3 / 5
ઝૈનબ અબ્બાસે ટ્વિટ અકાઉન્ટ પર લાંબી પોસ્ટ શેર કરી છે અને જૂની પોસ્ટ માટે માફી માંગી છે. ઝૈનબે લખ્યું કે, મારા પ્રવાસ દરમિયાન તમામ લોકો સાથે મારી વાતચીત સારી રહી હતી. મને ન તો જવા માટે કહેવામાં આવ્યું કે ન તો મને દેશનિકાલ કરવામાં આવ્યો.
4 / 5
જો કે, સોશિયલ મીડિયા પરની પ્રતિક્રિયાઓથી મને ડર લાગ્યો અને મારી સલામતી માટે તાત્કાલિક કોઈ ખતરો ન હોવા છતાં, મારા પરિવાર અને મિત્રો ચિંતિત હતા. શું થયું તે વિશે વિચારવા માટે મને થોડો વધુ સમય જોઈતો હતો. તેથી જ હું નીકળી ગઈ હતી.
5 / 5
પાકિસ્તાને વર્લ્ડ કપ 2023માં તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે રમી હતી. નેધરલેન્ડ સામેની આ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. તે મેચ દરમિયાન ઝૈનબ એન્કર કરતી જોવા મળી હતી. પરંતુ તે ટીમની આગામી મેચમાં જોવા મળી ન હતી.