Pakistani ક્રિકેટરોને મળશે Increment, આ સ્ટાર ખેલાડીઓ થશે માલામાલ

|

Aug 06, 2023 | 9:48 AM

પગાર વધારા ઉપરાંત ટી20 લીગમાં ખેલાડીઓની ભાગીદારી પર પણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લિસ્ટ-એના ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી લીગમાં ભાગ લેવાની મંજૂરી લેવી પડશે. જ્યારે લિસ્ટ-બીના ખેલાડીઓ 2 લીગમાં અને લિસ્ટ-સીના ખેલાડીઓ 3 ફ્રેન્ચાઈઝી લીગમાં ભાગ લઈ શકશે.

1 / 5
પાકિસ્તાની ખેલાડીઓના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ઐતિહાસિક વધારો થવા જઈ રહ્યો છે. ખેલાડીઓને તેમના ગયા વર્ષના કરાર કરતા ચાર ગણી વધુ રકમ મળશે. જોકે  પાકિસ્તાની ખેલાડીઓને તેના માટે રાહ જોવી પડી શકે છે.

2 / 5
રિપોર્ટ અનુસાર, PCB કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરી શકે છે અને કોન્ટ્રાક્ટની ચાર અલગ-અલગ કેટેગરીના જૂના ફોર્મ્યુલા પર પાછા આવી શકે છે. આ મુજબ ખેલાડીઓને A, B, C, D કેટેગરીમાં વહેંચવામાં આવશે. A કેટેગરીમાં એવા ખેલાડીઓ હશે જે ત્રણેય ફોર્મેટમાં નિયમિત રમે છે, જેમાં કેપ્ટન બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી અને મોહમ્મદ રિઝવાનનું નામ સામેલ છે.

3 / 5
A શ્રેણીમાં સામેલ ખેલાડીઓને દર મહિને આશરે 45 લાખ પાકિસ્તાની રૂપિયા મળશે. બીજી તરફ બી કેટેગરીમાં આવનાર ખેલાડીઓને દર મહિને લગભગ 30 લાખ પાકિસ્તાની રૂપિયા મળશે. C અને D શ્રેણીમાં આવનારા ખેલાડીઓને દર મહિને 7.5 લાખથી 10.5 લાખ રૂપિયા મળશે.

4 / 5
તમામ ફોર્મેટના ખેલાડીઓને માસિક રિટેનરશિપ તરીકે 4.5 મિલિયન PKR (આશરે 13.22 લાખ ભારતીય રૂપિયા) ઓફર કરવામાં આવ્યા છે. બીજી તરફ, અગાઉના કેન્દ્રીય કરાર વિશે વાત કરીએ તો, ટેસ્ટ ખેલાડીઓને 1.1 મિલિયન PKR (લગભગ 3.2 લાખ ભારતીય રૂપિયા) મળતા હતા અને મર્યાદિત ઓવરના ખેલાડીઓને 0.95 મિલિયન PKR (આશરે 2.8 લાખ ભારતીય રૂપિયા) મળતા હતા.

5 / 5
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, પગાર વધારા ઉપરાંત ટી20 લીગમાં ખેલાડીઓની ભાગીદારી પર પણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લિસ્ટ-એના ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી લીગમાં ભાગ લેવાની મંજૂરી લેવી પડશે. જ્યારે લિસ્ટ-બીના ખેલાડીઓ 2 લીગમાં અને લિસ્ટ-સીના ખેલાડીઓ 3 ફ્રેન્ચાઈઝી લીગમાં ભાગ લઈ શકશે.

Next Photo Gallery