
મેચ મોકૂફ રાખવામાં આવ્યા બાદ ફેન્સની અનેક તસવીરો સામે આવી હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સના સમર્થકોની એક તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. આ તસવીરમાં એમએસ ધોનીના નામની ટી-શર્ટ પહેરલ ફેન્સ સ્ટેશન પર ઊંઘતા જોઈ શકાય છે. ધોનીનો એટલો ક્રેઝ છે કે તેની એક ઝલક માટે આવેલ ફેન્સ સ્ટેશન પર ઊંઘવા પણ તૈયાર થઈ ગયા હતા.

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાના ફેવરિટ સ્ટારને રમતો જોવા ગુજરાત અને દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ હાજર રહ્યા હતા. આશરે સવા લાખ લોકો ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે ફાઈનલ મેચ જોવા સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. જેમાં મોટા ભાગના ચાહકો ધોનીને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. અને જાણે પીળા રંગથી સ્ટેડિમ રંગાયું હોય તેવા દર્શ્યો પણ જોવા મળ્યા હતા