
બંનેના લગ્નની જાહેરાત 2 વર્ષ પહેલા થઈ હતી. પણ પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર શાહિદ અફરીદીની દીકરી અંશાના અભ્યાસને કારણે લગ્નમાં મોડું થયું.

સ્ટાર બોલરના લગ્ન બાદ રિસેપ્શન યોજાયું હતું, આ રિસેપ્શનમાં કેપ્ટન બાબર આઝમ સહિત અનેક ખેલાડીઓ હાજર રહ્યાં હતા.

લગ્ન બાદ શાહીન તરત તેની પત્ની સાથે નહીં રહી શકે. મીડિયા રિપોર્ટ અનુસાર, અંશા અફરીદીની વિદાઈ થોડા દિવસ બાદ થશે, તેવામાં કેટલાક દિવસ માટે શાહીને પત્ની વિના એકલા જ રહેવું પડશે.