ભારત મેચ જીત્યું પણ આ પાકિસ્તાની છોકરીએ જીતી લીધું ટીમ ઈન્ડિયાનું દિલ

|

Mar 07, 2022 | 3:54 PM

ભારતે રવિવારે (6 માર્ચ) માઉન્ટ મૌનગાનુઇ ખાતે જીત સાથે ICC મહિલા વિશ્વ કપમાં તેમના અભિયાનની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 107 રનથી જીતી લીધી હતી, પરંતુ એક પાકિસ્તાની છોકરીએ તેનું દિલ જીતી લીધું હતું.

1 / 5
ICC વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને હતી. મેચ બાદ પાકિસ્તાની કેપ્ટન બિસ્માહ મારૂફ સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યી છે.  બિસ્માની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પાકિસ્તાનના કેપ્ટનની પુત્રી સાથે રમતા જોવા મળી રહ્યા છે.

2 / 5
રવિવારે જ્યારે બિસ્માહ મેચ માટે સ્ટેડિયમ પહોંચી તો તેના એક હાથમાં તેની પુત્રી ફાતિમા હતી અને તેની સાથે ક્રિકેટ કીટ પણ હતી. એકસાથે બે મહત્વની જવાબદારી નિભાવવા બદલ બિસ્માની પ્રશંસા થઈ રહી છે. મેચ પહેલા બિસ્માહે કહ્યું હતું કે તેણે પુનરાગમન માટે ઘણી મહેનત કરી છે. ગયા વર્ષે એપ્રિલમાં બિસ્માહ મારુફે ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લીધો હતો. આ પછી, ઓગસ્ટમાં, તેણે પુત્રીને જન્મ આપ્યો. એવું માનવામાં આવતું હતું કે હવે તેની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે પરંતુ હવે તે વર્લ્ડ કપમાં ટીમની કેપ્ટનશીપ કરી રહી છે.

3 / 5
બિસ્માહ મરૂફનો જન્મ પાકિસ્તાની કાશ્મીરી પરિવારમાં થયો હતો. પરિવાર ઇચ્છતો હતો કે તેણી નર્સિંગ કરે પરંતુ મારૂફ ક્રિકેટ રમવા માંગતી હતી. તેણે તાલીમ શરૂ કરી અને 15 વર્ષની ઉંમરે પાકિસ્તાન ટીમમાં જગ્યા બનાવી. તેણે જયપુરમાં વર્ષ 2006માં ભારત સામે તેની પ્રથમ વનડે મેચ રમી હતી જેમાં તેણે 43 બોલમાં 76 રન બનાવ્યા હતા. અહીંથી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી

4 / 5
મારૂફના કારણે જ પાકિસ્તાન 12 વર્ષની રાહ જોયા બાદ મહિલા વર્લ્ડ કપમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું હતું. તે પાકિસ્તાન માટે 1000 રન બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર હતી. તે પછી તે ધીમે ધીમે આગળ વધતી રહી. વર્ષ 2016માં સના મીરની વિદાય બાદ તેને ટીમની ટી20 કેપ્ટન બનાવવામાં આવી હતી. તે જ સમયે, વર્ષ 2017 માં, તેને ODI ટીમની કેપ્ટનશિપ પણ આપવામાં આવી હતી.

5 / 5
બિસ્મહે અત્યાર સુધી 109 વનડે રમી છે જેમાં તેણે 2617 રન બનાવ્યા છે જેમાં તેણે 15 અડધી સદી ફટકારી છે. તે જ સમયે, 2009 માં આયર્લેન્ડ સામે ટી20 ડેબ્યૂ કર્યા પછી, તેણે તેની કારકિર્દીમાં 108 રન બનાવ્યા. તેણે 108 મેચમાં 27.46ની એવરેજથી 2225 રન બનાવ્યા છે, જેમાં 11 અડધી સદી સામેલ છે.

Next Photo Gallery