
GCA (ગુજરાત ક્રિકેટ એસોસિએશન) હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023 ટેસ્ટ મેચની યજમાની કરી રહી છે. આજથી આઈપીએલની મેચ માટે પણ ટિકિટ બુકિંગ શરુ થઈ ગયું છે.

31 માર્ચના રોજ ઓપનિંગ સેરેમની બાદ પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. જણાવી દઈએ કે આ બંને ટીમો આઈપીએલની ચેમ્પિયન ટીમો છે. આ બંને વચ્ચેની ધમાકેદાર મેચ સાથે આઈપીએલની શરુઆત થશે.

IPL 2023 ઓપનર માટેની ટિકિટ Paytm Insider નામના ઓનલાઈન ટિકિટ પ્લેટફોર્મ પરથી ખરીદી શકાય છે. “TATA IPL 2023 – મેચ 01 – ગુજરાત ટાઇટન્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ” દર્શાવતા આઇકન પર ક્લિક કરીને તમે ટિકિટ બુક કરી શકશો.

GCA એ કુલ પાંચ અલગ અલગ પ્રાઇસ કેટેગરી માટે વ્યવસ્થા કરી છે. ત્યાં 800, 1,000, 1500, 2000 અને 4,500 રુપિયા સુધીની ટિકિટ બુક કરાવી શકાશે.

તમારી સ્ક્રીનની જમણી બાજુએ "હવે ખરીદો" પર ક્લિક કરીને આગળ વધો. બજેટ અનુસાર કિંમતની શ્રેણીને અંતિમ સ્વરૂપ આપવું, ટિકિટોની સંખ્યા પસંદ કરવી, ટિકિટની ડિલિવરી માટે ઈ-મેલ સરનામું અને સરનામું પ્રદાન કરવું અને વ્યવહાર પૂર્ણ કરવા માટે ચુકવણી કરવી.