Fastest WC Century : ODI વર્લ્ડ કપમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ખેલાડીઓમાં એક પણ ભારતીય ખેલાડી નહીં

|

Oct 26, 2023 | 2:06 PM

ODI વર્લ્ડ કપ 2023માં 25 ઓકટોબર બુધવારે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે નેધરલેન્ડ સામે 44 બોલમાં 106 રન ફટકાર્યા હતા અને ઓસ્ટ્રેલિયાની જીતમાં મેન ઓફ ધ મેચ રહ્યો હતો. આ મેચમાં મેક્સવેલે સદી ફટકારવાની સાથે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો હતો. મેક્સવેલે વનડે વર્લ્ડ કપમાં સૌથી ફાસ્ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને તેણે આફ્રિકાના માર્કરમના રેકોર્ડને તોડ્યો હતો. વર્લ્ડ કપમાં ફાસ્ટેસ્ટ સદી ફટકારનાર ટોપ-5 ખેલાડીઓ નીચે મુજબ છે. આ લિસ્ટમાં એક પણ ભારતીય ખેલાડી નથી.

1 / 5
ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ સામે 40 બોલમાં સદી ફટકારી હતી અને તે વનડે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. તેણે તેની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.

2 / 5
આ લિસ્ટમાં બીજા ક્રમે દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરામ છે, જેને વર્લ્ડ કપ 2023માં જ શ્રીલંકા સામે 49 બોલમાં સદી ફટકારી હતી અને ટીમને શાનદાર જીત અપાવી હતી.

3 / 5
ફાસ્ટેસ્ટ વર્લ્ડ કપ સદી મામલે ત્રીજા ક્રમે આયર્લેન્ડના કેવિન ઓ બ્રાયનનું નામ છે. તેણે વર્લ્ડ કપ 2011માં ઈંગ્લેન્ડ સામે 50 બોલમાં સદી ફટકારી હતી.

4 / 5
ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ આ લિસ્ટમાં ચોથા ક્રમે પણ સામેલ છે. તેણે વર્લ્ડ કપ 2011 માં શ્રીલંકા સામે 51 બોલમાં સદી ફટકારી હતી.

5 / 5
આ લિસ્ટમાં પાંચમા નંબરે આફ્રિકાનો મહાન બેટ્સમેન એબી ડી વિલિયર્સ છે. જેણે 52 બોલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વર્લ્ડ કપ 2015માં સેન્ચુરી ફટકારી હતી.

Next Photo Gallery