
પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા માર્ટિન ગપ્ટિલે કહ્યું, 'નાના બાળક તરીકે ન્યુઝીલેન્ડ માટે રમવું હંમેશા મારું સપનું હતું અને હું મારા દેશ માટે 367 મેચ રમી શકવા બદલ અવિશ્વસનીય રીતે ભાગ્યશાળી અને ગર્વ અનુભવું છું.'

માર્ટિન ગપ્ટિલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ન્યુઝીલેન્ડ માટે કુલ 198 ODI, 122 T20 અને 47 ટેસ્ટ મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 17 અડધી સદી અને 3 સદીની મદદથી 2586 રન બનાવ્યા છે. વનડેમાં ગપ્ટિલે 41.73ની એવરેજથી 7346 રન બનાવ્યા, જેમાં તેણે 39 અડધી સદી અને 18 સદી ફટકારી. T20Iમાં તેના નામે 31.81 ની સરેરાશથી 3531 રન છે. આ સિવાય તેણે 20 અડધી સદી ઉપરાંત T20Iમાં 2 સદી પણ ફટકારી છે. (All Photo Credit : PTI / ESPN/ ICC)
Published On - 6:24 pm, Wed, 8 January 25