
આ લીગમાં છત્તીસગઢ વોરિયર્સ, હરિયાણા ગ્લેડીયેટર્સ, દુબઈ જોઈન્ટ્સ, ગુજરાત સેમ્પ આર્મી, દિલ્હી રોયલ્સ, બિગ બોયઝ અને રાજસ્થાન કિંગ્સની ટીમો ભાગ લેશે. છત્તીસગઢ વોરિયર્સ પાસે માર્ટિન ગુપ્ટિલ, સુરેશ રૈના અને અંબાતી રાયડુ જેવા ખેલાડીઓ છે જ્યારે દિલ્હી રોયલ્સ પાસે રોસ ટેલર અને શિખર ધવન જેવા સ્ટાર ખેલાડીઓ છે.

હરિયાણા ગ્લેડીયેટર્સે હરભજન સિંહને પણ પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો રાજસ્થાન કિંગ્સની કેપ્ટનશીપ કરશે. ખાસ વાત એ છે કે બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન પણ આ લીગનો ભાગ હશે. (All Photo Credit : X / INSTAGRAM / legend90league)