
ઈંગ્લેન્ડની દિગ્ગજ ખેલાડી નતાલી સીવર બ્રન્ટે વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવ્યું છે. તેણે 55 બોલમાં અણનમ 60 રન બનાવીને ટીમને ખિતાબ અપાવ્યો હતો.

એમિલિયા કેર ન્યુઝીલેન્ડની ક્રિકેટર છે. તે WPL 2023માં મુંબઈની ટીમનો એક ભાગ હતી. WPLમાં તેની પ્રથમ મેચ રમી ત્યારથી જ તે ભારતીય ક્રિકેટ ચાહકોનો ક્રશ બની ગઈ હતી.

ભારતીય સિનિયર મહિલા ટીમની હિસ્સો પૂજા વસ્ત્રાકર છે. હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ટી20 વિશ્વકપની સેમીફાઈનલમાં ભારત પહોંચ્યુ હતુ. જેમાં પૂજાનુ યોગદાન મહત્વનુ રહ્યુ હતુ. પૂજા સેમીફાઈનલ મેચમાં ઈજાને લઈ રમી શકી નહોતી. આઈપીએલમાં મહત્વની ભુમિકા ભજવી છે

23 વર્ષીય અમનજોત કૌર જમણા હાથની બેટ્સમેન છે. તે બોલિંગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી 2000ના રોજ મોહાલીમાં થયો હતો. અમનજોત તે સ્થાનિક ક્રિકેટમાં પંજાબનું નેતૃત્વ કરે છે. તેણે ભારત A મહિલા ટીમનું નેતૃત્વ પણ કર્યું છે. ગયા વર્ષે ડોમેસ્ટિક સર્કિટમાં તેણે ભારત A મહિલા ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની બેટિંગ ક્ષમતા જોઈને તેને રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવી હતી.

મુંબઈની સ્ટાર સ્પિનર સાયકા ઈશાક તેની બોલિંગથી ચર્ચામાં છે. તેણે દિલ્હી કેપિટલ્સની સ્ટાર બેટ્સમેન શેફાલી વર્માને આઉટ કરીને મહિલા લીગમાં પોતાનું વિકેટ ખાતું ખોલ્યું હતુ.શાનદાર બોલિંગની સાથે સાયકા બેટિંગમાં પણ ઘણી એક્સપર્ટ છે. સાયકા મહિલા ટી20 ચેલેન્જમાં ટ્રેલબ્લેઝર્સ માટે રમે છે.

હુમૈરા કાઝી એક ભારતીય ક્રિકેટર છે જે ભારતીય સ્થાનિક ક્રિકેટમાં ઘણી ટુર્નામેન્ટમાં રમી છે. તે મુંબઈ ક્રિકેટ એસોસિએશન માટે ક્રિકેટ રમી ચુકી છે. આજે તેણે મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવવા પણ મહેનત કરી છે.

જિંતિમણી કલિતાની ક્રિકેટ સફરની શરૂઆત તેણીએ તેના ભાઈ સાથે તાલીમ માટે કરી હતી, તે ફાસ્ટ બોલર બની. તેણે આસામની સીનયિર ટીમ અને 2021 માં અંડર-19 મહિલા ચેલેન્જર ટ્રોફીમાં ભારત B માટે રમવા માટે સતત રમતમાં વધારો કર્યો હતો. જિતિમની આસામની રહેવાસી છે.