MS Dhoni New Look Photos: નવા અવતારમાં જોવા મળ્યો MS ધોની, જાણો કોણે કરી આપી આ હેરસ્ટાઈલ

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)નો નવો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેની નવી હેરસ્ટાઇલે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ નવા લુકમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.

| Edited By: | Updated on: Oct 03, 2023 | 4:16 PM
4 / 7
થોડા સમય પહેલા ધોનીના કેટલાક ફોટો સામે આવ્યા હતા જેમાં તે લાંબા વાળ સાથે જોવા મળ્યો હતો, પરંતુ હવે તેણે તેના લાંબા વાળને સેટ કરીને કલર કરાવ્યો છે.

5 / 7
ધોની બ્લેક ટી-શર્ટ અને ડાર્ક ચશ્મા પહેરીને ડેશિંગ લુકમાં જોવા મળી રહ્યો છે. આ ફોટો શેર કરતી વખતે, આલીમ હકીમે લાંબા વાળ અને નવા લુક સાથેના ફોટો વિશે એક સ્ટોરી પણ શેર કરી છે.આ ફોટો જોઈને ફેન્સ ઉત્સાહિત થઈ ગયા છે. ચાહકોનું કહેવું છે કે તેમણે લાંબા સમય બાદ ધોનીને આટલી પરફેક્ટ સ્ટાઇલમાં જોઈ છે.

6 / 7
જ્યારે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવાનું શરૂ કર્યું ત્યારે ધોનીના વાળ ખૂબ લાંબા હતા. આ પછી જ્યારે ભારતે ધોનીની કપ્તાનીમાં 2007માં પહેલો ICC T20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે ધોનીએ પોતાની હેરસ્ટાઈલ બદલી હતી.

7 / 7
તમને જણાવી દઈએ કે, આલીમ હકીમ બોલિવૂડના ટોપ હેર ડ્રેસર છે. તેણે ઘણી ફિલ્મોમાં કલાકારોને નવી હેરસ્ટાઈલ આપી છે, જેમાં 'રોકસ્ટાર', 'બરફી', 'રોબોટ' અને 'બાહુબલી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેની સાથે બોલિવૂડ, ટોલીવુડ અને ભારતીય ક્રિકેટ ટીમના દરેક મોટા સ્ટાર પણ હેર કટિંગ માટે તેની પાસે આવે છે.। (photo  Source: @aalimhakim/instagram)