IPL ડેથ ઓવરમાં સિક્સર કિંગ છે ધોની, Top 5 માં દુનિયાના વિસ્ફોટક ખેલાડીઓની ભરમાર
IPL: ડેથ ઓવરમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન એમ. એસ. ધોનીના નામે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ડેથ ઓવરમાં બેટીંગ કરતા 165 ઇનિંગમાં કુલ 179 છગ્ગા ફટકાર્યા છે. ધોની ક્રિકેટ જગતમાં બેસ્ટ ફિનિશર તરીકે ઓળખાય છે. તેણે વનડે અને T20 ફોર્મેટમાં ડેથ ઓવરમાં સિક્સરોનો વરસાદ કર્યો છે.
1 / 7
દેશની પ્રતિષ્ઠિત લીગ આઇપીએલમાં કોઇ પણ ટીમ માટે અંતિમ ચાર ઓવર મહત્વપૂર્ણ હોય છે. ડેથ ઓવરમાં બેટ્સમેન છગ્ગા અને ચોગ્ગાની વરસાદ કરીને ટીમને એક મોટા લક્ષ્યાંક તરફ લઇ જાય છે. અથવા રન ચેઝમાં આક્રમક થઇને પોતાની ટીમને જીત તરફ લઇ જાય છે.
2 / 7
ઘણા બેટ્સમેન ડેથ ઓવરમાં તોફાની બેટિંગ કરે છે અને ફોર-સિકસર ફટકારીને મેચને રોમાંચક બનાવી દે છે. વાત કરીએ આઇપીએલના ડેથ ઓવરોની તો આ પાંચ બેટ્સમેન ટોચ પાંચમાં સ્થાન ધરાવે છે.
3 / 7
આ લિસ્ટમાં ટોપ પર એમ એસ ધોનીનું નામ આવે છે. ધોનીએ ડેથ ઓવરમાં તોફાની બેટીંગ કરી સૌથી વધુ 3085 રન કર્યા છે. આ સિવાય તેણે સૌથી વધુ 179 છગ્ગા ફટકાર્યા છે. ધોનીએ ડેથ ઓવરમાં કુલ 165 ઇનિંગમાં બેટિંગ કરી છે.
4 / 7
બીજા સ્થાન પર વેસ્ટ ઇન્ડીઝનો ધમાકેદાર બેટ્સમેન કીરોન પોલાર્ડ છે. પોલાર્ડે ડેથ ઓવરમાં 128 ઇનિંગમાં બેટિંગ કરી છે. આ વચ્ચે તેણે 144 છગ્ગા માર્યા છે.
5 / 7
ત્રીજા સ્થાન પર દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સનું નામ આવે છે. ડી વિલિયર્સે ડેથ ઓવરમાં 81 ઇનિંગ રમી છે. આ વચ્ચે તેણે બેટથી 140 સિક્સ ફટકારી છે.
6 / 7
ચોથા સ્થાન પર વેસ્ટ ઇન્ડીઝના એક ખેલાડીનું નામ આવે છે. આ કોઇ બીજું નહીં પણ વિસ્ફોટક ઓલરાઉન્ડર આંદ્રે રસેલ છે. રસેલે ડેથ ઓવરમાં 53 ઇનિંગમાં 95 છગ્ગા ફટકાર્યા છે.
7 / 7
પાંચમાં સ્થાને ભારતીય ટીમના હાલના કેપ્ટન અને આઇપીએલમાં મુંબઇ ઇન્ડીયન્સનું નેતૃત્વ કરી રહેલ રોહિત શર્મા છે. રોહિત શર્માએ ડેથ ઓવરની 87 ઇનિંગમાં 90 છગ્ગા ફટકાર્યા છે.