7 ચોગ્ગા અને 8 છગ્ગા… 41 વર્ષના ભારતીય બેટ્સમેને તોફાની સદી ફટકારી
બીગ ક્રિકેટ લીગની આઠમી મેચ એમપી ટાઈગર્સ અને નોર્ધન ચેલેન્જર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં યુસુફ પઠાણની કપ્તાનીમાં એમપી ટાઈગર્સના 41 વર્ષના બેટ્સમેને તોફાની સદી ફટકારી હતી. આ સાથે જ નોર્ધન ચેલેન્જર્સની કેપ્ટનશીપ કરી રહેલી શિખર ધવનની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
1 / 5
સુરતમાં રમાઈ રહેલી બિગ ક્રિકેટ લીગની પ્રથમ સિઝનમાં ક્રિકેટ ચાહકોને અનેક મેચ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓ આ લીગમાં રમી રહ્યા છે અને કેટલાક સ્થાનિક ખેલાડીઓ પણ આ લીગનો ભાગ છે.
2 / 5
આ લીગની આઠમી મેચ એમપી ટાઈગર્સ અને નોર્ધન ચેલેન્જર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં 41 વર્ષના બેટ્સમેને તોફાની ઈનિંગ રમી હતી. આ ખેલાડીએ મેદાનની ચારેબાજુ શોર્ટ્સ રમી અને પોતાની ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી.
3 / 5
એમપી ટાઈગર્સનું નેતૃત્વ યુસુફ પઠાણ કરી રહ્યા છે. જ્યારે નોર્ધન ચેલેન્જર્સની કમાન શિખર ધવનના હાથમાં છે. 41 વર્ષીય પૂર્વ ભારતીય ખેલાડી નમન ઓઝા પણ આ લીગમાં રમી રહ્યો છે. તેણે નોર્ધન ચેલેન્જર્સ સામે તોફાની ઈનિંગ્સ રમી હતી.
4 / 5
નમન ઓઝાએ માત્ર 55 બોલમાં અણનમ 102 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 185.5 હતો અને તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 8 છગ્ગા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, નમન ઓઝા ઓપનિંગ કરવા આવ્યો હતો અને અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો હતો.
5 / 5
ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાએ વર્ષ 2021ની શરૂઆતમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન તેણે ટીમ ઈન્ડિયા માટે 1 ટેસ્ટ, 1 વનડે અને 2 ટી20 મેચ રમી હતી. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 56 રન, ODIમાં 1 રન અને T20માં 12 રન બનાવ્યા હતા. નમન ઓઝાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 22 સદીની મદદથી કુલ 9753 રન બનાવ્યા છે. લિસ્ટ Aમાં પણ તેના નામે 4278 રન છે જેમાં 9 સદી પણ સામેલ છે. આ સિવાય તેણે T20માં પણ 2972 રન બનાવ્યા હતા. (All Photo Credit : X / Big Cricket League / Instagram / sony)
Published On - 7:48 pm, Mon, 16 December 24