Most wickets in IPL 2023: ભારતીય બોલરો વગાડી રહ્યા છે ડંકો, કરોડો રુપિયાના વિદેશી ખેલાડીઓને છોડી દીધા પાછળ

|

Apr 29, 2023 | 10:33 AM

IPL 2023 Most Wickets: વર્તમાન સિઝન હાલમાં અડધાથી ઉપર થઈ ચુકી છે. અત્યાર સુધીમાં ભારતીય બોલરો કમાલનુ પ્રદર્શન દર્શાવી રહ્યા છે. સિરાજ હોય કે, તુષાર દેશપાંડે સૌ પ્રભાવિત કરનારી બોલિંગ કરી રહ્યા છે અને વિકેટ નિકાળી રહ્યા છે.

1 / 6
IPL 2023 ની સિઝન અડધાથી ઉપર થઈ ચુકી છે. 8-8 મેચ રમવાનો તબક્કો પૂર્ણ થવાને આરે છે. આ દરમિયાન રમત શાનદાર અને રોમાંચક જોવા મળી રહી છે. બેટરો જ નહીં પરંતુ બોલરો પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ચોગ્ગા છગ્ગાઓના વરસાદ વચ્ચે વિકેટો નિકાળી રહ્યા છે અને મેચ પલટીને રોમાંચક સ્થિતી સર્જી રહ્યા છે.  ભારતીય બોલરો કમાલનુ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. વિકેટ ટેકર ટોપ 10માં 8 ભારતીય બોલરો સામેલ છે. એટલે કે સૌથી વધારે વિકેટ ઝડપવાની યાદીમાં ભારતીયોનો દબદબો જોવા મળી રહ્યો છે.

2 / 6
સિઝનમાં અત્યાર સુધીમાં 38 મેચ રમાઈ ચુકી છે. અત્યાર સુધીની સફરમાં સૌથી વધારે વિકેટ ઝડપવામાં ટોપ પર ભારતીય બોલર મોહમ્મદ સિરાજ છે. આ સ્ટાર બોલર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતી સિઝનમાં 8 મેચ રમી ચુક્યો છે. તેણે આ દરમિયાન 14 વિકેટ ઝડપી છે. જેમાં તેની ઈકોનોમી સૌથી સારી 7.31 છે.

3 / 6
આ યાદીમાં બીજા સ્થાને રાશિદ ખાન છે. તેણે ગુજરાત ટાઈટન્સ વતી 7 મેચ રમી છે અને તે 14 વિકેટ ઝડપી ચુક્યો છે. ટોપ-5ની યાદીમાં એક માત્ર વિદેશી ખેલાડી છે. જ્યારે ટોપ 10માં બીજો વિદેશી બોલર છે. રાશિદની ઈકોનોમી 8.07 છે.

4 / 6
આ યાદીમાં ત્રીજા સ્થાને અર્શદીપ સિંહ છે. પંજાબ કિંગ્સના આ બોલરે 8 મેચ રમીને 14 વિકેટ ઝડપી છે. તેનો ઈકોનોમી રેટ 8.89 નો રહ્યો છે. શુક્રવારે લખનૌ સામે તે એક જ વિકેટ ઝડપી શક્યો હતો. જો એક વિકેટ વધારે ઝડપી હોત તો તે પર્પલ કેપ ફરી પોતાના માથા પર સજાવી શક્યો હોત. તે શાનદાર બોલિંગ કરીને સૌને પ્રભાવિત કરી રહ્યો છે.

5 / 6
ચોથા સ્થાન પર ધોની સેનોનો એટલે કે ચેન્નાઈ સુપર કિંગ્સનો તુષાર દેશપાંડે છે. તુષાર 8 મેચ રમીને સિરાજ, રાશિદ અને અર્શદીપના સમાન વિકેટ ઝડપી ચુક્યો છે. તુષારની ઈકોનોમી 10.90 છે

6 / 6
કોલકાતા નાઈટ રાઈડર્સ નો મિસ્ટ્રી સ્પિનર ખૂબ ચર્ચામાં છે. વરુણ ચક્રવર્તીએ સૌથી વધારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પરેશાન કર્યુ છે. વરુણે સિઝનમાં 8 મેચ રમીને 13 વિકેટ ઝડપી છે. તેની ઈકોનોમી 8.5 છે. શનિવારે તે પર્પલ કેપ મેળવે છે કે, રાશીદ ખાન તેની પર નજર રહેશે.

Next Photo Gallery