
ત્રીજા ક્રમ પર ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી છે. શમીએ હાલની સીઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે ત્રણ મેચ રમી છે. ત્રણ મેચમાં શમીએ 38 ડોટ બોલ નાખ્યા છે.

ચોથા સ્થાન પર યુવા સ્પિનર રવિ બિશ્નોઇ છે. બિશ્નોઇએ આઇપીએલ 2023માં LSG માટે ત્રણ મેચમાં ભાગ લીધો છે. ત્રણ મેચમાં શાનદાર બોલિંગ કરીને તેણે 36 ડોટ બોલ નાખ્યા છે.

પાંચમાં સ્થાન પર લિસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફનું નામ છે. જોસેફે ગુજરાત માટે અત્યાર સુધી ત્રણ મેચમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરી 35 ડોટ બોલ નાખ્યા છે.