મોહમ્મદ શમીએ ઘરે પહોંચતા ફોટો શેર કરતા લખ્યું કે, તમે મારા માટે ખુબ જ કિંમતી છો

|

Nov 23, 2023 | 12:40 PM

વર્લ્ડ કપ ફાઈનલ પહેલા ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની માતા અંજુમની તબિયત બગડી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હવે તેમની માતાની તબિયત સ્વસ્થ છે, મોહમ્મદ શમીએ વર્લ્ડકપ બાદ ઘરે પહોંચતા જ માતા સાથેનો સુંદર ફોટો શેર કર્યો હતો.

1 / 5
શમીનો પરિવાર પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સહસપુર ગામમાં રહે છે. શમીને આ સ્થાન સુધી પહોંચવા માટે તેના પરિવારે ખુબ જ સપોર્ટ કર્યો છે. જેનો ઉલ્લેખ મોહમ્મદ શમી અનેક ઈન્ટરવ્યુમાં કરી ચૂક્યો છે.

2 / 5
ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લડકપ બાદ ઘરે પરત ફર્યો છે. શમીએ પોતાની માતા સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતા શમીએ લખ્યું કે, તેની માતા તેના માટે ખુબ મહત્વની છે. આ સાથે તેમણે તેમની માતા જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી આશા વ્યક્ત કરી છે. આ ફોટોમાં શમી પોતાની માતાને ગળે  લગાવતો જોવા મળી રહ્યો છે.

3 / 5
વનડે વર્લ્ડકપ 2023માં મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કર્યું અને સૌથી વધુ 24 વિકેટ લેનાર બોલર બન્યો છે. ઘરઆંગણે કોઈ પણ ફાસ્ટ બોલરનું આ પ્રદર્શન ખુબ જ અવિશ્વસનીય છે. શમીએ વર્લ્ડકપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.મોહમ્મદ શમીએ માતા સાથેનો ફોટો શેર કરતા લખ્યું કે તે તેના માટે ખુબ મહત્વની છે. આ સાથે શમીએ આશા વ્યક્ત કરી છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે.

4 / 5
વનડે વર્લ્ડકપની ફાઈનલ દરમિયાન શમીની માતાની તબિયત લથડી હતી, તેમને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી હતી. તેની માતા હોસ્પિટલમાં હતી અને શમી વર્લ્ડકપની ફાઈનલ મેચ રમી રહ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમની હાર થઈ હતી.

5 / 5
વર્લ્ડ કપ પછી શમીએ એક ઈન્ટરવ્યુમાં તેની માતા વિશે વાત કરી અને કહ્યું કે તેનો પરિવાર તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શમીએ એમ પણ કહ્યું હતું કે તેના પરિવારના સભ્યો તેના શ્રેષ્ઠ મિત્રો છે. શમીનો પરિવાર દરેક મુશ્કેલીમાં તેની સાથે હતો. જેના કારણે તે આ પદ સુધી પહોંચવામાં સફળ રહ્યો છે.

Next Photo Gallery