T20 World Cup 2024નું શેડયૂલ અને વેન્યૂ નક્કી, માત્ર જાહેરાત બાકી, જાણો અંદરની માહિતી

Men's T20 World Cup 2024: ભારતની સીનિયર ક્રિકેટ ટીમ વનડે વર્લ્ડ કપ 2023ની અને જુનિયર ટીમ એશિયન ગેમ્સની તૈયારી કરી રહી છે. આ બધા વચ્ચે વર્ષ 2024માં યોજાનારા ટી20 વર્લ્ડ કપને લઈને મહત્વની જાણકારી સામે આવી છે. વર્લ્ડ કપનું વેન્યૂ અને શેડયૂલ નક્કી થયું છે, હવે માત્ર જાહેરાત બાકી છે.

| Edited By: | Updated on: Jul 29, 2023 | 8:02 AM
1 / 5
ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પુરુષોનો T20 વર્લ્ડ કપ આવતા વર્ષે 2024માં 4 જૂનથી 30 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઈટેડ સ્ટેટ્સના 10 સ્થળો પર રમાશે. એટલે કે આ વખતે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા આ ​​વર્લ્ડ કપની યજમાની કરશે.

2 / 5
આ અઠવાડિયે ICC ટીમે યુનાઇટેડ સ્ટેટ્સમાં શોર્ટલિસ્ટ કરાયેલા કેટલાક સ્થળોનું નિરીક્ષણ કર્યું હતુ. જે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇવેન્ટનું આયોજન કરશે. આમાં ફ્લોરિડામાં લૉડરહિલનો સમાવેશ થાય છે, જે પહેલાથી જ આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરી ચૂક્યું છે.

3 / 5
તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને પાપુઆ ન્યુ ગિનીએ ICCની શરત મુજબ T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. જ્યારે પાપુઆ ન્યુ ગિની પૂર્વ એશિયા-પેસિફિક ક્વોલિફાયરમાં ટોચ પર છે, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડે યુરોપ ઝોન ક્વોલિફાયરમાં ટોચના બે સ્થાન મેળવ્યા છે. અમેરિકા (એક સ્પોટ), આફ્રિકા (બે સ્પોટ) અને એશિયા (બે સ્પોટ) પ્રદેશોમાંથી ક્વોલિફાયર આગામી મહિનાઓમાં નક્કી કરવામાં આવશે.

4 / 5
ICC દ્વારા ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) અને યુએસએ ક્રિકેટ (USAC) સાથે મળીને આગામી કેટલાક મહિનામાં સ્થળો અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

5 / 5
 2024 T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ માટે કુલ 15 ટીમો ક્વોલિફાય થઈ છે. હવે માત્ર પાંચ જ સ્થાન બાકી છે. જણાવી દઈએ કે યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સિવાય ભારત, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને પાપુઆ ન્યુ. ગિનીએ 2024નો T20 વર્લ્ડ કપમાં જગ્યા બનાવી છે.

Follow Us