Happy Birthday S Sreesanth : સ્કૂલમાં ભણતી રાજકુમારી પર આવ્યું હતુ શ્રીસંતનું દિલ, જાણો રસપ્રદ Love Story

|

May 01, 2024 | 3:50 PM

ભારતના ફાસ્ટ બોલર શ્રીસંતના કરિયરમાં જેટલી મુશ્કેલ સફળ આવી છે. તેની પત્ની ભુવનેશ્વરીએ ક્યારે પણ તેનો સાથ છોડ્યો નથી.

1 / 5
પૂર્વ ભારતીય ક્રિકેટર એસ શ્રીસંત આજે એટલે કે 6 ફેબ્રુઆરીએ પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પોતાના ફાસ્ટ બોલથી વિરોધીઓને પરેશાન કરનાર શ્રીસંતની આખી કારકિર્દી ફિક્સિંગના દાગને કારણે ખતમ થઈ ગઈ. વર્ષ 2013માં જ્યારે શ્રીસંત પર આ આરોપ લાગ્યો હતો, ત્યારે જ તેના જીવનમાં એક એવો વ્યક્તિ આવ્યો જેણે આ ખેલાડીને તેની મુશ્કેલ સફરમાં દરેક ક્ષણે સાથ આપ્યો.

2 / 5
જે મહિને શ્રીસંત પર આઈપીએલ મેચ દરમિયાન ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો, તે જ મહિનામાં તેણે રાજસ્થાનની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા જેને તે ઘણા સમયથી ડેટ કરી રહ્યો હતો. ભુવનેશ્વરી કુમારી રાજસ્થાનના રજવાડા પરિવારની હતી. બંનેની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે.

3 / 5
શ્રીસંતની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત જ થઈ હતી જ્યારે તે ભાવુનેશ્વરીને મળ્યો હતો. શ્રીસંત એક મેચ રમવા જયપુર ગયો હતો. તે સમયે શ્રીસંત અને જયપુરની રાજકુમારી ભુવનેશ્વરી દેવીની પહેલી મુલાકાત એક જ્વેલરી શોપમાં થઈ હતી. તે સમયે ભુવનેશ્વરી શાળામાં અભ્યાસ કરતી હતી. આ મુલાકાત પછી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ.

4 / 5
વર્ષ 2009માં શ્રીસંતે ભુવનેશ્વરીને કહ્યું હતું કે, જો ભારતીય ટીમ 2011માં વર્લ્ડકપ જીતશે તો તે ભુવનેશ્વરીના ઘરે તેનો હાથ માંગવા જશે. બંનેના પરિવારજનો પણ તૈયાર થઈ ગયા. બંનેના લગ્ન નક્કી થઈ ગયા. જોકે, આ દરમિયાન શ્રીસંત પર ફિક્સિંગના આરોપો લાગ્યા હતા. આમ છતાં ભુવનેશ્વરી લગ્ન માટે તૈયાર હતી અને બંનેએ લગ્ન કરી લીધા.

5 / 5
જ્યારે શ્રીસંત જેલમાં ગયો ત્યારે તેની પત્ની ભુવનેશ્વરીએ તેને ઘણો સાથ આપ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં શ્રીસંતે જણાવ્યું હતું કે, જ્યારે તે જેલમાં હતો ત્યારે તેની પત્ની રસોડામાં સૂતી હતી, તે પણ એજ સમસ્યાઓ અનુભવવા માંગતી હતી જે શ્રીસંત જેલમાં અનુભવતો હતો. આ કપલને હવે બે બાળકો પણ છે અને શ્રીસંત ક્રિકેટ સિવાય મનોરંજનની દુનિયા સાથે જોડાયેલો છે.   (All Photo Sreesanth instagram)

Published On - 9:34 am, Mon, 6 February 23

Next Photo Gallery