
વર્ષ 2008માં ડેક્કન ચાર્જર્સની ટીમે રાજસ્થાન રોયલ્સની ટીમને 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાનની ટીમે આ મેચમાં 3 વિકેટથી જીત મેળવી હતી.

વર્ષ 2022માં ચેન્નાઈની ટીમે લખનઉ સામે 211 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટસની ટીમે જોરદાર બેટિંગ કરીને 6 વિકેટથી જીત મેળવી હતી.

વર્ષ 2017માં ગુજરાત લાયન્સની ટીમે દિલ્હી ડેયરડેવિલ્સની ટીમને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં દિલ્હીની ટીમે 7 વિકેટથી જીત મેળવી હતી.