મેક્સવેલ પહેલા વનડેમાં 8 બેટ્સમેન ફટકારી ચૂક્યા છે ડબલ સેન્ચુરી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
વનડે ક્રિકેટના ઈતિહાસમાં આજે 11મી ડબલ સેન્ચુરી જોવા મળી હતી. મેક્વેલે વર્લ્ડ કપ ઈતિહાસમાં પહેલીવાર ડબલ સેન્ચુરી ફટકારી ઈતિહાસ રચ્યો છે. મેક્સવેલ પહેલા 8 ખેલાડીઓ વનડેમાં સેન્ચુરી ફટકારી ચૂક્યા છે. ચાલો જાણી તે તમામ ખેલાડીઓના પ્રદર્શન વિશે.
1 / 9
સચિન તેંડુલકરે વનડે ઈતિહાસની પ્રથમ સેન્ચુરી 2010માં સાઉથ આફ્રિકા સામે ફટકારી હતી. તેણે 25 ચોગ્ગા અને 3 સિક્સરની મદદથી 147માં 200 રન બનાવ્યા હતા.
2 / 9
રોહિત શર્માએ વનડેમાં 3 ડબલ સેન્ચુરી ફટકારી છે. તેણે 2014માં શ્રીલંકા સામે 264 રન, 2013માં ઓસ્ટ્રેલિયા સામે 209 રન અને 2017માં ફરી શ્રીલંકા સામે 208 રન બનાવ્યા હતા.
3 / 9
વર્ષ 2011માં સેહવાગે 149 બોલમાં 219 રન ફટકાર્યા હતા. તેણે આ દરમિયાન 25 ચોગ્ગા અને 7 સિક્સર ફટકારી હતી.
4 / 9
વર્ષ 2015માં ગેઈલે ઝિમ્બાવવે સામે 10 ચોગ્ગા અને 16 સિક્સરની મદદથી 215 રન ફટકાર્યા હતા.
5 / 9
2015માં ન્યુઝીલેન્ડના ગપ્તિલે 24 ચોગ્ગા અને 11 સિક્સરની મદદથી વેસ્ટ ઈન્ડિઝ સામે 237* રન બનાવ્યા હતા.
6 / 9
વર્ષ 2018માં ફકર ઝમાને ઝિમ્બાવવે સામે 210 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 24 ચોગ્ગા અને 5 સિક્સર ફટકારી હતી.
7 / 9
વર્ષ 2022માં ઈશાન કિશન 24 ચોગ્ગાની મદદથી બાંગ્લાદેશ સામે 210 રન બનાવ્યા હતા.
8 / 9
2023માં શુભમન ગિલે 208 રન ફટકાર્યા હતા. તેમાં 19 ચોગ્ગા અને 9 સિક્સરનો સમાવેશ થાય છે.
9 / 9
આજે 7 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાના મેક્સવેલે 128 બોલમાં 201 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 21 ચોગ્ગા અને 10 સિક્સર ફટકારી હતી.
Published On - 11:38 pm, Tue, 7 November 23