
બોલ ગેજનો ઉપયોગ મેચ દરમિયાન બોલની તપાસ કરવા માટે કરવામાં આવે છે. બેટર્સના શોર્ટના કારણે બોલના આકારમાં ફેરફાર થતા હોય છે. આ બોલ ગેજમાંથી બોલ પસાર થાય તો તે બોલ રમત માટે યોગ્ય છે અને જો બોલ ગેજમાંથી બોલ પસાર ન થાય તો તે રમત માટે યોગ્ય નથી.

વોકી-ટોકીનો ઉપયોગ ઓન ફિલ્ડ અમ્પાયર્સ થર્ડ અમ્પાયર્સ સાથે સંપર્ક કરવા માટે કરે છે. ધીરે ધીરે આધુનિક વોકી-ટોકીનો કે બ્લૂટૂર્થનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સ્નિક-ઓ-મીટરની મદદથી બોલ બેટ્સમેનની બેટને સ્પર્શ કરીને ગયો છે કે નહીં તે તપાસવા માટે કરવામાં આવે છે. આ ડિવાઈઝનો ઉપયોગ થર્ડ અમ્પાયર્સ કરતા હોય છે.