
લારા વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે ટેસ્ટ ઇનિંગ્સમાં 400 રન બનાવ્યા છે.લારાએ કહ્યું કે ગિલ તેની બંને શાનદાર ઇનિંગ્સને પાછળ છોડી શકે છે. બ્રાયન લારાએ કહ્યું-વિરાટ કે રોહીત નહીં મારો 400 અને 501 રનનો રેકોર્ડ ગિલ તોડી નાખશે

લારાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, 'શુભમન ગિલ મારા બંને રેકોર્ડ તોડી શકે છે.' વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટને ગિલને આવનાર સમયનો સૌથી પ્રતિભાશાળી બેટ્સમેન ગણાવ્યો હતો. તેણે કહ્યું, 'ગિલ આવનારી પેઢીનો સૌથી પ્રતિભાશાળી બેટ્સમેન છે. તે આવનારા વર્ષોમાં ક્રિકેટ પર રાજ કરશે. મને વિશ્વાસ છે કે તે ઘણા મોટા રેકોર્ડ તોડશે.