
રોહિતના પિતાની આવક વધારે ન હતી. તેથી, ક્રિકેટર બનવાનું સ્વપ્ન પૂરું કરવા માટે, રોહિત તેના દાદા સાથે રહેતો હતો. બહુ ઓછા લોકોને ખબર હશે કે રોહિતે ક્રિકેટ કિટ ખરીદવા માટે દૂધ પણ વેચ્યું હતું. સોશિયલ મીડિયા પર તેની ફેનફોલોઅર્સ પણ ખુબ વધારે છે.

રોહિત શર્માએ શરુઆતમાં 2007માં વ્હાઈટ બોલ ક્રિકેટ માટે ડેબ્યુ કર્યું હતુ. રોહિતે વનડેમાં અત્યારસુધી 10112રન અને 30 સદી પણ સામેલ છે.વર્ષ 1999માં રોહિતને ક્રિકેટ એકેડમીમાં એડમિશન અપાવવા માટે તેના કાકા અને અન્ય સંબંધીઓએ સાથે મળીને પૈસા ભેગા કર્યા હતા. એ એકેડમીથી શરૂ થયેલી રોહિતની કારકિર્દીએ આજે શાનદાર છે.

આ વખતે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્મા કરી રહ્યો છે અને વર્લ્ડ કપ જીતવાની જવાબદારી તેના ખભા પર છે. શું ટીમ ઈન્ડિયા ઈતિહાસ રચવામાં સફળ રહેશે, તે સમય આવતા જ ખબર પડશે.