
ડેવિડ વોર્નર: દિલ્હી કેપિટલ્સના હાલના કેપ્ટન ડોવિડ વોર્નર આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાના તોફાની બેટસમેન ડેવિડ વોર્નરે 114 ઇનિંગમાં 4000 આઇપીએલ રન પૂરા કર્યા હતા. વોર્નર દિલ્હી પહેલા હૈદરાબાદનો કેપ્ટન હતો.

વિરાટ કોહલી: રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલી આ ખાસ લિસ્ટમાં ચોથા સ્થાન પર છે. વિરાટ કોહલીએ 128 ઇનિંગમાં આ ઉપલબ્ધિ હાંસિલ કરી હતી. વિરાટ કોહલી આઇપીએલ 2023માં પણ શાનદાર ફોર્મમાં છે.

એબી ડિવિલિયર્સ: દક્ષિણ આફ્રિકાનો સ્ટાર બેટ્સમેન એબી ડિવિલિયર્સ આ લિસ્ટમાં પાંચમાં નંબર પર છે. એબી ડિવિલિયર્સે 131 ઇનિંગમાં પોતાની આઇપીએલ કારકિર્દીના 4000 રન પૂરા કર્યા હતા. એબી ડિવિલિયર્સ છેલ્લે આરસીબી માટે આઇપીએલમાં રમતા નજરે પડયો હતો.