
લગ્ન બાદ તુરત જ રાહુલ ફરીથી ફિટનેસની ટ્રેનિંગ પર લાગી ચુક્યો છે. હવે તેના લગ્નની રજાઓ પુરી થવા પર છે અને તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝનો હિસ્સો છે. તેણે ન્યુઝીલેન્ડ સામેની વ્હાઈટ બોલ સિરીઝમાં રજાઓ મેળવી હતી.

કેએલ રાહુલ માટે આવનારો સમય ખૂબ જ મહત્વનો છે. ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટ સિરીઝમાં તે ઓપનર ઉપરાંત વાઈસ કેપ્ટન તરીકેની ભૂમિકામાં જોવા મળશે.