
બંને એક કોમન ફ્રેન્ડ દ્વારા પહેલીવાર મળ્યા હતા. બંનેએ લગભગ 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને ત્યારબાદ સાથે રહેવાનો નિર્ણય કર્યો.

એક ઈન્ટરવ્યુમાં કેશવ મહારાજે ખુલાસો કર્યો હતો કે પહેલી ડેટ પર લેરિશાએ તેમને લગભગ 45 મિનિટ રાહ જોવડાવી હતી, પરંતુ તેની 45 મિનિટની રાહ સારી હતી.

લેરીશા એક વ્યાવસાયિક કથક અને ભરતનાટ્યમ નૃત્યાંગના છે. કેશવ મહારાજની માતાના 50મા જન્મદિવસે, લેરીશાએ તેમને સાથે મળીને કથક કરવા માટે સમજાવ્યા.

કેશવ ડાન્સમાં સારો નહોતો, પણ તેની માતાના જન્મદિવસે તેણે લેરીશા સાથે ડાન્સ કર્યો. આ દરમિયાન બંને વચ્ચે અદ્ભુત કેમેસ્ટ્રી જોવા મળી હતી, જે જોઈને તેમની માતાએ લેરિશાને પોતાની વહુ તરીકે સ્વીકારી લીધી હતી.