
તાજેતરમાં ભારતે ખેડેલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ હતી. આ સિરીઝ દરમિયાન અશ્વિને એક કમાલનો રેકોર્ડ રચ્યો હતો. રવિચંદ્રન અશ્વિને કેરેબિયન ક્રિકેટર શિવનારાયણ ચંદ્રપોલ બાદ તેના પુત્ર તેજાનરીન ચંદ્રપોલની વિકેટ પણ ઝડપી હતી.

ભારતીય સ્ટાર બોલર અશ્વિને વર્ષ 2011માં તેજનારાયણના પિતા શિવનારાયણની વિકેટ લીધી હતી અને હવે 12 વર્ષ બાદ તે પોતે જ અશ્વિનનો શિકાર બન્યો છે. આમ પિતા અને પુત્ર બંનેને અશ્વિને પોતાનો શિકાર બનાવ્યા છે.

પિતા-પુત્રની જોડીને આઉટ કરનાર અશ્વિન પ્રથમ ભારતીય અને વિશ્વનો 5મો ખેલાડી બન્યો. તેમના પહેલા વસીમ અકરમ, મિશેલ સ્ટાર્ક, સિમ હાર્મર અને ઈયાન બોથમે આ કારનામું કર્યું હતું.