
રબાડાએ 100મી આઇપીએલ વિકેટ લીધી હતી. પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ આઇપીએલમાં 100મી વિકેટ લીધી છે. રબાડા આ સાથે આઇપીએલમાં 100 વિકેટ લેનાર 21મો બોલર બની ગયો છે.

રબાડાએ 100 વિકેટ લેવાની સાથે મલિંગાનો રેકોર્ડ તોડયો હતો. કગિસો રબાડા સૌથી ઓછી આઇપીએલ મેચમાં 100 વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે 64 મેચમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. મલિંગાએ આ માટે 70 મેચ લીધી હતી.

ગુજરાતના 10માં ખેલાડીને મળ્યો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ. ગુજરાતને લગભગ દરેક મેચમાં એક નવો મેચ વિનર મળે છે. આ મેચમાં મોહિત શર્માએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. ટીમને અત્યાર સુધી 15 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યા છે જેમાં 10 અલગ-અલગ ખેલાડીએ એવોર્ડ પોતાના નામે કર્યા છે.