
તમને જણાવી દઈએ કે શ્રીલંકા સામે 292 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે અફઘાનિસ્તાનની ટીમ 3 રનથી ઓછી પડી ગઈ હતી અને અંતે 37.4 ઓવરમાં 289 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 37મી ઓવરના અંતે, અફઘાનિસ્તાનનો સ્કોર 8 વિકેટે 289 રન હતો, જેનો અર્થ એ થયો કે અફઘાન ટીમને જીતવા માટે એક બોલમાં 3 રનની જરૂર હતી, જેનાથી શ્રીલંકાના નેટ રન રેટ (NNR)માં સુધારો થયો.

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં અફઘાનિસ્તાન ટીમના મુખ્ય કોચ જોનાથન ટ્રોટે કહ્યું કે અધિકારીઓએ અમને સુપર-4 ક્વોલિફિકેશનના તમામ સમીકરણો નથી જણાવ્યા. તેણે કહ્યું, “અમને સુપર-4 લાયકાતની ગણતરી વિશે પણ જાણ કરવામાં આવી ન હતી. અમને હમણાં જ કહેવામાં આવ્યું હતું કે સુપર-4 માટે ક્વોલિફાય થવા માટે અમારે 37.1 ઓવરમાં મેચ જીતવી પડશે. અમને કહેવામાં આવ્યું ન હતુ કે કઈ ઓવરોમાં અમે 295 અથવા 297 રન બનાવી શકીએ (અને જીતી શકીએ). અમે 38મી ઓવરમાં પણ ક્વોલિફાય કરી શક્યા હોત. આ વિશે પણ કોઈએ કોઈ માહિતી આપી ન હતી.
Published On - 10:02 am, Thu, 7 September 23