
આ હાર બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટની ટીમ પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા. પૂર્વ ઓલરાઉન્ડર ઈયાન બોથમે ઈંગ્લેન્ડની હાર બાદ કહ્યું કે તે ખૂબ જ શરમમાં છે. બોથમે કહ્યું, 'મને શરમ આવે છે. 12 દિવસમાં એશિઝ ગુમાવવી શરમજનક છે. ઈંગ્લેન્ડની ટીમ પોતાનો રસ્તો ગુમાવી ચૂકી છે. આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

ઈંગ્લેન્ડ વર્ષ 2021માં કુલ 9 ટેસ્ટ હારી ગયું છે, જે તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે વર્ષ 2021માં 1708 ટેસ્ટ રન બનાવ્યા હતા પરંતુ આ યાદીમાં બીજા નંબરનો બેટ્સમેન માત્ર 530 રન જ બનાવી શક્યો હતો. આના પરથી તમે સમજી શકો છો કે ટેસ્ટ ફોર્મેટમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન આટલું ખરાબ કેમ રહ્યું છે.