ઝુલન ગોસ્વામીને મળશે ખાસ સન્માન, જ્યાંથી શરુ કર્યુ ક્રિકેટ, ત્યાં જ ચમકશે નામ

|

Sep 24, 2022 | 7:36 PM

કોલકાતાથી જ ક્રિકેટ શીખનાર ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) ને હવે તેના જ શહેરના વિશ્વ પ્રસિદ્ધ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં વિશેષ સ્થાન મળશે.

1 / 5
વિશ્વની સૌથી સફળ મહિલા બોલર ઝુલન ગોસ્વામીની બે દાયકા લાંબી શાનદાર કારકિર્દી પૂર્ણ થઈ છે. લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ODI સાથે ઝુલન છેલ્લે ટીમ ઈન્ડિયાની જર્સીમાં મેદાન પર ઉતરી. ઝુલનની શાનદાર કારકિર્દીને માન આપવા માટે હવે ક્રિકેટ એસોસિએશને એક મોટો નિર્ણય લીધો છે.

2 / 5
હવે ઝુલન ગોસ્વામીના સન્માનમાં CAB મોટો નિર્ણય લેવા જઈ રહી છે. જાણકારી અનુસાર, વિશ્વ પ્રસિદ્ધ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ ટૂંક સમયમાં ઝુલન ગોસ્વામીના નામ પર રાખવામાં આવશે.

3 / 5
કોલકાતાથી પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર ઝુલન ગોસ્વામીએ શનિવારે 24 સપ્ટેમ્બરના રોજ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર છેલ્લી વખત ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.

4 / 5
મેદાનમાં ઉતર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઝુલન પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ દરમિયાન કેપ્ટન હરમનપ્રીત કૌર પોતાની ભાવનાઓ પર કાબુ ન રાખી શકી અને રડી પડી.

5 / 5
માત્ર ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે પણ ભારતીય દિગ્ગજનું વિશેષ રીતે સન્માન કર્યું હતું. ઈંગ્લેન્ડના કોચ અને ECB અધિકારીએ મળીને ઝુલનને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમની ટેસ્ટ જર્સી ભેટમાં આપી, જેના પર ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓએ હસ્તાક્ષર કર્યા હતા અને ઝુલન માટે ખાસ સંદેશ લખ્યો હતો.

Published On - 7:36 pm, Sat, 24 September 22

Next Photo Gallery